નારેશ્વર ખાતે નદીમાં નહાવા પડેલા 5 યુવાનો ડૂબ્યા, 2નાં મોત, 3નો બચાવ

Last Updated: બુધવાર, 13 નવેમ્બર 2019 (18:08 IST)

સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 5 યુવાનો નારેશ્વર ખાતે નર્મદા નદીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 2 યુવાનના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 3 યુવાનનો બચાવ થયો હતો.સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલા તરસાલી ગામના 8 યુવાનો કરજણ નજીક આવેલા નારેશ્વર ખાતે બપોરે 12 વાગ્યાની આસપાસ નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા હતા. આ સમયે અચાનક જ 5 યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ બે યુવાન ડૂબી ગયા હતા. ભારે શોધખોળ બાદ બંનેના મૃતદેહ નર્મદા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


આ પણ વાંચો :