ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (17:32 IST)

નવરાત્રી ને લઈને રજાનો વિવાદ ઉભો થયો, નવરાત્રિ વેકેશનના અલગ અલગ નિર્ણયો લેતાં કચવાટ

ગુજરાતની ભાજપ સરકારે નવરાત્રી દરમિયાન વેકેશનની જાહેરાત કરી છે, ૧૫ થી ૨૧ ઓક્ટોબર સુધીના જાહેર કરાયેલા નવરાત્રી વેકેશન પર સરકાર ભલે મોટી મોટી વાતો કરતી હોય પણ ઊંડા ઉતરીએ તો સમાન્ય લોકોએ સંપૂર્ણ વાત સાંભળીને કોઈ હકારાત્મક પ્રતિક્રિયા નથી આપી.
 
એવામાં હવે સરકારે સીબીએસઇ બોર્ડ અને ગુજરાત બોર્ડની શાળાઓ માટે નવરાત્રિ વેકેશનના અલગ અલગ નિર્ણયો લેતાં કચવાટ જોવા મળી રહ્યો છે.
 
રાજકોટમાં રજા ને લઈને વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા ઉપર ઉતરી આવ્યા. તેથી રાજકોટના સમરસ હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બહાર નીકળ્યા. 
 
ગુજરાતની ભાજપસ અરકારે નવરાત્રી દરમિયાન વેકેશનની જાહેરાત કરી છે. પણ કેટલાક શાળાઓ અને કોલેજોમાં રજા નથી આપી રહ્યા છે .  તે વિરોધમાં નવરાત્રી ને લઈને રજાનો વિવાદ ઉભો થયો. 
 
તેથી સમર્સ હોસ્ટેલ પર મોટી સંખ્યામાં નેતાઓ અને વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. 
 
છેલ્લા કેટલાક દિવસથી જોવા મળતી અવઢવની સ્થિતિ વચ્ચે શનિવારે રાજ્ય સરકાર, શિક્ષણ તંત્રએ સીબીએસઇ અને અન્ય બોર્ડની શાળાઓ માટે નવરાત્રિ વેકેશન મરજીયાત હોવાનું જાહેર કર્યુ હતુ. જોકે, સરકાર, શિક્ષણ તંત્રના આ નિર્ણયથી સીબીએસઇ શાળાના શિક્ષકો, સંચાલકો તો ખુશ થયા છે, પરંતુ ગુજરાત બોર્ડની શાળાના સંચાલકો, વાલીઓનો ઉચાટ ઔર વધી ગયો છે. કારણ કે, શનિવારના નિર્ણયને મુદ્દે ખાનગી શાળા સંચલાકો આકરા તેવર દેખાડી રહ્યા છે.