રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 મે 2017 (12:17 IST)

રાજ્યમાં અસહ્ય બફારા વચ્ચે તાપમાન ૪૨ ડિગ્રીએ, 44 ડીગ્રી થવાની આગાહી

રાજસ્થાનમાં સર્જાયેલાં અપર સાયકલોનના પગલે રાજ્યના અમુક વિસ્તારના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી હતી. રવિવારે પડેલા વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે.

બુધવારે મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડીગ્રીએ આવીને અટક્યો હતો.  તો બીજી તરફ લઘુત્તમ તાપમાનનો પારો ૨૯ ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાતાં સવારે ૫૭ ટકાએ પહોંચ્યું હતું જ્યારે સાંજે વધારો થતાં ૩૧ ટકાએ આવીને અટક્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી ભેજના પ્રમાણમાં સતત થઇ રહેલાં વધ-ઘટના પગલે આગામી બે - ત્રણ દિવસમાં પુનઃ હવામાનમાં ફેરબદલ થશે. તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે તેના પગલે અસહ્ય બફારા વચ્ચે ગરમીથી નગરજનો ત્રસ્ત થઇ ગયાં છે.