શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 1 એપ્રિલ 2017 (12:53 IST)

ચૈત્ર માસમાં લીમડાના મોરનું સેવન આરોગ્ય માટે લાભદાયી

સાબરકાંઠા જિલ્લામાં ઉનાળો આકરો બની રહેશે તેવી આગાહી હવામાન વિભાગ ધ્વારા કરાઈ રહી છે ત્યારે શરૃઆતના તબક્કામાં સાબરકાંઠા જીલ્લામાં ગરમીનો પારો ૪૧ ડીગ્રીને આંબી ગયો છે.  તો બીજી તરફ ચૈત્રી નવરાત્રીના પણ પ્રારંભ થઈ ચુકયો છે. દરમિયાન આર્યુવેદમાં લીબડાના મોરના સેવનથી થતા ફાયદાથી અનેક લોકો વાકેફ હોવાના કારણે લોકો દર વર્ષે લીબડાના મોરનુ સેવન કરવાનું ચુકતા નથી. સાબરકાંઠામાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભથી જ અનેક માઈભકતો જગત જનની મા અંબાની આરાધના કરવા માટે ઉપવાસ રાખી પૂજા અર્ચના કરે છે.

સાબરકાંઠામાં ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે થાય છે. જે અંતર્ગત ગામના ચોકમાં મોડી રાત સુધી યુવા હૈયાઓ તથા અબાલ વૃધ્ધ સાથે મળીને મા અંબાની આરાધના કરી મોડી રાત સુધી ગરબે ઘુમે છે. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ગણા સમયથી વૃક્ષ છેદનની પ્રવૃતિએ માઝા મુકી છે ત્યારે અમુલ્ય ગણાતી વન ઔષધિઓનું કેટલાક લોકો નિકંદન કાઢી રહયા હોવા છતાં વન વિભાગ ચુપ બનીને બેસી રહયો છે.
જો સત્વરે વૃક્ષ છેદનની પ્રવૃતિને અટકાવવામાં નહિ આવે તો ભાવિપેઢીને લીબડો સહિત અન્ય વન ઔષધિઓના ગુણધર્મો ફકત લખેલા જ વાચવા પડશે. ચૈત્ર માસમાં જો લીમડાના મોરનું અથવા તો તેના કુણા પાનનુ આર્યુવેદમાં જણાવ્યા મુજબ યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે દિવસ દરમ્યાન નિયમીત સેવન કરવામાં આવે તો તેના કારણે ચામડીના રોગોમાં ખુબજ ફાયદો થાય છે. ઉપરાંત આતરડા અને શરીરના અન્ય ભાગોમાં રહેલો કચરો મળ સ્વરૃપે શરીરમાંથી બહાર નિકળી જાય છે.