શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 એપ્રિલ 2017 (16:19 IST)

મોરબીમાં હજારો ખેડૂતોનું આંદોલન, માંગ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે

મોરબી માળિયાના 40 ગ્રામના 1500થી વધુ ખેડૂતોએ રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ઈન્ટેરનેશનલ હ્યુમન રાઈટ એસોસીએશનના નેજા હેઠળ પાણી માટે આંદોલન ચલાવ્યું છે. તેઓએ ચાલીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમને ચીમકી પણ આપી હતી કે જો અમારી માગ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવીશું.મોરબી માળિયાના સિંચાઈના પાણીથી વંચિત એવા 40 ગામના ખેડૂતો એ આજે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસીએસનના સૌરાષ્ટ્રના સેક્રેટરી કે ડી બાવરવાની આગેવાનીમાં કેનાલ લંબાવીને એમના ગામોને પાણી આપવાની માંગ સાથે મોરબીના નટરાજ ફાટકથી કલેકટર કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી અને ધોમધખતા તાપમાં ચાલીને કલેકટરને આવેદન આપી પાણી આપવાની માંગ કરી હતી.

અંદાજીત 1500થી વધુ ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા અને સૌની યોજના અંતર્ગત જયારે દૂર સુધી પાણી આપવામાં સરકાર ઉત્સાહિત છે ત્યારે મચ્છુ ડેમ માંથી અત્યાર સુધી માત્ર વરસાદ પર આધારિત એવા આ ગામોના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે એવી માંગ બુલંદ બનાવી લડી લેવા નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.ખેડૂતોની માગ હતી કે સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના અન્ય જળાશયોમાં પાણી પહોચાડામાં આવી રહ્યું છે ત્યારે આ સ્થાનિક ગામો પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો. સરકારની નીતિથી ત્રસ્ત એક વયોવૃદ્ધ ખેડૂત અરજણભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી સરકારને આ બાબતે રજુઆતો કરતા આવ્યા છે અને પાણીની માંગ કરી રહ્યા છે પણ આજ સુધી સરકાર કે કોઈ રાજકીય નેતાઓએ તેમના વિસ્તારના ખેડૂતોને પાણી મળે એ માટે ક્યારેય રસ દાખવ્યો નથી.મોરબી અને માળિયા વિસ્તારના 40 ગામો કે જેમણે આજ પાણી માટે આંદોલન નું હથિયાર ઉપાડવું પડ્યું છે એ તમામને રાજકીય પક્ષો કે નેતાઓ પર વિશ્વાસ નથી રહ્યો વર્ષોથી આ ગામો તૂટી રહ્યા છે અને લોકો ગામ છોડી રોજગારી માટે શહેરોમાં ભાગી રહ્યા છે. ગામડામાં ખેતી સિવાય કોઈ રોજગારી નથી અને ખેતી પણ માત્ર વરસાદ આધારિત છે ત્યારે આવા ગામડાઓના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે અને તેમને સિંચાઈ માટે પાણી મળે તો આ ગામડાઓ તૂટતા બચી શકે એમ છે. રાજકારણમાં આ ગરીબ ખેડૂતોની માંગ પ્રત્યે ગંભીરતા દેખાડાશે કે નજર અંદાજ કરવામાં આવશે એ જોવું રહ્યું.