શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 21 એપ્રિલ 2017 (14:57 IST)

અમદાવાદમાં MGIS ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વાર્ષિક ઍક્સિબિશનનું આયોજન

દર વર્ષે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વાર્ષિક ઍક્સિબિશનનું આયોજન થાય છે જેમાં તમામ બાળકો પોતે આખા વર્ષ દરમિયાન શીખેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટને પોતાના ટીચર્સ અને પેરેન્ટ્સ માટે ખુલ્લા  મુકવામાં આવે છે. આ આયોજનના માધ્યમ દ્વારા સ્કૂલએ બાળકોને ઈન્ટરેક્શન માટે તથા પોતાની એજ્યુએશનલ સ્કિલ બતવવા માટે એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરે છે. પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે દ્વારા વર્ષ દરમિયાન બાળકોએ સ્કૂલમાં શીખેલા તમામ ભિન્ન -ભિન્ન પાસાઓને રજુ કરે છે. આ એક્સિબિશનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ પ્રોજેકટ્સ, પ્રેઝન્ટેશન, મુવીઝ અને ફન લર્નિંગ ગેમ્સ દ્વારા રજુ કરવામાં આવે છે. આ સ્ટોલ્સમાં ગણિત, વિજ્ઞાન, ભાષાઓ, ટેક્નોલોજી, આર્ટ, સ્પોર્ટ્સ, થિયેટર આર્ટ, કેફે અને માનવતા જેવા વિષયો પ્રદર્શિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાની અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓ એક સાથે મળીને આખી લર્નિંગ પ્રોસેસનો ભાગ બને છે. આ એક્સિબિશનમાં આવનર દરેક વ્યક્તિને સ્કૂલના તમામ  વિદ્યાર્થીઓમાં રહેલ જે-તે વિષયના ભિન્ન-ભિન્ન અને ઉંડાણભર્યું જ્ઞાન જોવા મળે છે.