શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 મે 2017 (15:27 IST)

સામુહિક દુષ્કર્મની યાદીમાં ગુજરાતમાં અમદાવાદ ટોચના સ્થાને

સામુહિક દુષ્કર્મની સંખ્યામાં અમદાવાદ જિલ્લાનો ક્રમ આખા રાજ્યમાં ટોચના સ્થાને છે. અગાઉના પાંચ વર્ષના આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો, અમદાવાદમાં સામુહિક દુષ્કર્મના 17 કેસ રજિસ્ટર થયા છે. અમદાવાદ પછી 14 કેસ સાથે સુરતનો નંબર આવે છે.

આવા કેસમાં વોન્ટેડ લોકોની સંખ્યામાં પણ અમદાવાદ પ્રથમ ક્રમાંકે છે. કોંગ્રેસના ધારાસભ્ય ડો. તેજશ્રી પટેલે વિધાનસભામાં પુછેલા પ્રશ્નના જવાબમાં સ્ટેડ હોમ ડિપાર્મેન્ટે જિલ્લા પ્રમાણે પાછલા પાંચ વર્ષના ગેંગરેપની ઘટનાઓના આંકડા આપ્યા હતા. 33 જિલ્લામાંથી 29 જિલ્લામાં એક અથવા એકથી વધારે કેસ નોંધાયા છે. માત્ર નવસારી, ડાંગ, મહિસાગર અને મોરબી જિલ્લામાંથી આવો એકપણ કેસ નોંધાયો નથી. ગેંગરેપના ગુનાના વોન્ટેડ આરોપીઓની વાત કરીએ તો, અમદાવાદમાં 7, બોટાદમાં 7 અને સુરતમાં 5 છે. ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા ડો. તેજશ્રી પેટેલે કહ્યું કે, મહિલાઓ પર થતા અત્યાચારમાં સૌથી ગંભીર અપરાધ સામુહિક બળાત્કાર છે. અને આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નથી. દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. લૉયર અને એક્ટિવિસ્ટ મીના જગતાપ કહે છે કે, રેપિસ્ટને સૌથી કડક સજા થવી જોઈએ. પીડિતાનો બની શકે તેટલી ઝડપથી ન્યાય મળવો જોઈએ અને સજા પણ વહેલીતકે આપવી જોઈએ. આવા કેસમાં ઈન્વેસ્ટિગેશનને ઢળતું મુકનારા પોલીસ અધિકારીઓ પર પણ કડક કાર્યવાહી થવી જોઈએ. વધુ એક એક્ટિવિસ્ટ લક્ષ્મીબેન જોશી કહે છે કે, આરોપી માટે સખત સજા હોવી જોઈએ. ધીમી ન્યાય પ્રક્રિયા અને ઈન્વેસ્ટિગેશનમાં ઢીલને કારણે ક્રિમિનલમાં ભય રહ્યો નથી. આ જ કારણે ગેંગરેપની સંખ્યા વધી રહી છે.