શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (12:23 IST)

ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના હસ્તે 1243 કરોડની પાઇપ લાઇન યોજનાનો શિલાન્યાસ

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સિંચાઇ અને તળાવો ભરવા માટેની પાઇપ લાઇન યોજનાનો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે શિલાન્યાસ કરાયો હતો. રૃ. ૧૨૪૩ કરોડની આ યોજનાથી ઉત્તર ગુજરાતના ૧૮૩૩૦૦ એકર વિસ્તાર જમીનને સિંચાઇનો લાભ મળશે. આ યોજનામાં જેને લાભો થવાના છે તેમાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા, કડી, વિજાપુર, વડનગર અને ખેરાલુ તાલુકાનાં ગામોનો સમાવેશ થાય છે. આ યોજના થકી ૮ જિલ્લાનાં ૨૬ તાલુકાનાં ૪૫૩ ગામ તળાવોને પાઇપ લાઇન સાથે જોડી દઈ તેને નર્મદાના નીરથી છલકાવી દેવાશે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે ગામડાઓનો વિકાસ કર્યા સિવાય શહેરોનો વિકાસ શક્ય નથી. ગુજરાતી ભાષા ખુબ જ મીઠી છે. ગુજરાતનાં લોકો પણ મીઠા છે. ગુજરાતી ખાવાનું પણ મીઠું છે. જેથી મારા ગુજરાતીઓ સાથેના સંબંધો મીઠી લાગણીથી બંધાઈ ગયા છે.