શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (13:02 IST)

GSTને કારણે ગુજરાતમાં રેસ્ટોરન્ટ બિઝનેસમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો

ગુજરાતમાં GST લાગુ થયા બાદથી જ રેસ્ટોરન્ટ બિઝનેસમાં 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સર્વિસ સેક્ટરમાં 18 ટકા GSTની માર લોકોના ખિસ્સા પર વધુ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. હોટલ્સ એન્ટ રેસ્ટોરન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ આ અંગે જણાવ્યું હતું કે, ‘રેસ્ટોરન્ટ બિઝનેસમાં ચોક્કસપણ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો વિકેન્ડ્સમાં પણ અસર કરી રહ્યો છે.

આ કારણે રેસ્ટોરન્ટમાં કેટલાંક કાયમી ગ્રાહકો પણ જવાનું ટાળી રહ્યા છે. ઘણાં રેસ્ટોરન્ટના ધંધામાં તો 50 ટકાનો ઘટાડો થયો છે. ઘણીવાર બિલ રાઉન્ડ અપ કરતા ટેક્સનો દર 18 થી વધીને 20 ટકા થઈ જાય છે.’શહેરના એક રેસ્ટોરન્ટ ઑનર દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘જે ફેમિલી મહિનામાં ચાર વખત આવતી હતી તે હવે માત્ર એક કે બે વખત જ આવે છે. ‘ ઘણા રેસ્ટોરન્ટ કમ્પોઝિટ સ્કિમ ચલાવી રહ્યા છે અને તેમના ગ્રાહકો પર ટેક્સનો બોજો નાંખવાનું ટાળી રહ્યા છે. ‘કમ્પોઝિટ સ્કિમ અપનાવવા છતા પણ બિઝનેસ 15-20 ટકા સુધી ઘટ્યું છે.  ગ્રાહકો પર ભાવની સીધી અસર જોવા મળે છે. તેથી અમારે નુકસાન વેઠવું પડે છે.’ સુરતના રેસ્ટોરન્ટના પણ કંઈક આવા જ હાલ છે.  હોમ ડિલિવરી અને ટેકઅવે બિઝનેસમાં પણ 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ફેસ્ટિવલ સિઝનમાં GST નુકસાનકારક સાબિત થશે. દિવાળી સિઝનમાં પણ ધંધો 50 ટકા સુધી ઘટે તેવા અણસાર છે.’ઘણા લોકોને GSTની સાયકોલોજિકલ ઈમ્પેક્ટ પડી હોય તેવું પણ લાગી રહ્યું છે