1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 ઑક્ટોબર 2017 (14:06 IST)

વલસાડમાં વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા

ગુજરાતમાં દિવાળી ટાણે જ ભૂકંપના ખતરાનો અહેસાસ થતાં જ લોકો વલસાડમાં ઘરની બહાર દોડી ગયાં હતાં. શહેરના આસપાસના પાંચ જેટલા ગામોમાં આજે વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયાં હતાં. જેને પગલે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયાં હતાં. આ ભૂકંપ રિક્ટર સ્કેલ પર કેટલી માત્રાનો હતો એ હજી જાણી શકાયું નથી. પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડના કપરાડા, નાનાપોઢા, કાજલી, જોગવેલ, ખૂટલી સહિતના ગામડાઓ અને વિસ્તારમાં વહેલી સવારે 4:48 વાગ્યે પહેલો ભૂકંપનો આંચકો આવ્યો હતો. લોકો કંઈ સમજે વિચારે તે દરમિયાન અડધા કલાકમાં સવારે 5:15 વાગ્યે બીજો આચંકો આવ્યો હતો. ભૂંકપના આંચકાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. અને સલામત સ્થળે એકઠા થઈ ગયા હતાં. ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર કેટલી તીવ્રતાના હતા એ હજુ સુધી જાણ શકાયું નથી. પરંતુ નાનાપોંઢાના રહીશોએ જણાવ્યું હતું કે, આ સમયે ઘણીવાર આંચકા આવી ચુક્યા છે અને તેની રજૂઆત પણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.