બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (16:02 IST)

રિવરફ્રન્ટ પર બજરંગદળના કાર્યકરોએ પ્રેમીપંખીડાઓને દોડાવ્યાં

આજે વેલેન્ટાઈન ડે હોવાથી પ્રેમી પંખીડાનો મેળમિલાપ અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે તે ઉપરાંત શહેરના ગાર્ડન અને લેક પર પણ પ્રેમવિલાસ જોવા મળ્યો છે. ત્યારે પ્રેમના પ્રસંગ એવા આ વેલેન્ટાઈન ડેનો વિરોધ બજરંગદળ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર VHPના કાર્યકર્તાઓ દ્વારા વેલેન્ટાઇ ડેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે VHPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવતાં પ્રેમી પંખીડાઓને દોડાવ્યા હતા.

ઉપરાંત રિવરફ્રન્ટ પર બેસેલા લોકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ રિવરફ્રન્ટ પહોંચી ગઇ હતી અને વિરોધ કરી રહેલાં 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.  રિવરફ્રન્ટ ખાતે આવી કોઇ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.