ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (23:37 IST)

ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે

ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સવારના ૯.૦૦ કલાકે રામકથા મેદાન, ચ-૩ સર્કલ નજીક, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારું આયોજન અર્થે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અઘ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. 
 
બેઠકના આરંભે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલના હસ્તે ઘ્વજ ફરકાવી સલામી આપવામાં આવશે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગાંધીનગર શહેરની ટ્રાફિક સુવિઘા, ગ્રાઉન્ડ પર બાળકો અને મહાનુભાવો તથા જાહેર જનતા માટેની બેઠક વ્યવસ્થા, પાણી અને અન્ય સુવિઘાઓ અંગેની માહિતી સંબંઘિત અઘિકારી પાસેથી મેળવી હતી. 
 
રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાન દ્વારા પરેડ રજૂ કરવામાં આવશે. તેમજ દેશ ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. 
 
આ પ્રસંગે નિવાસી અઘિક કલેકટર એચ.એમ.જાડેજા, પ્રાંત અઘિકારી એસ.એમ.ભોરણિયા સહિત સંબંઘિત અઘિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.