રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 15 માર્ચ 2021 (10:41 IST)

ગુજરાતમાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને લઇ આજે લેવાશે નિર્ણય: મેચના કારણે સરકાર મૂંઝવણમાં

ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લગાવવામાં આવેલા રાત્રી કર્ફ્યુની આજે છેલ્લો દિવસ છે. ત્યારે વધતા સંક્રમણના કારણે રાત્રી કર્ફ્યુ 31 માર્ચ સુધી લંબાવાઈ શકે છે. હાલ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લદાયેલો છે. ત્યારે હવે કોરોનાના વધતા સંક્રમણના પગલે રાત્રી કર્ફ્યુની સમયમર્યાદા લંબાવાઇ શકે છે. પરંતુ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ચાલતા T-20 મેચના કારણે સરકાર રાત્રી કર્ફ્યુ લઇ મૂંઝવણમાં મુકાઈ છે. આ મામલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે હાઇલેવલની કમિટીની બેઠક યોજાઇ શકે છે. જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હવે સૌ કોઇને નજર સરકારના આગામી નિર્ણય પર છે.