શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (13:29 IST)

Night Curfew - રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂમાં મળી શકે છે રાહત

રાજ્યમાં ફરી એકવાર દિવસે ને દિવસે સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મોટાપાયે ચલાવવામાં આવેલા રસીકરણ અભિયાનના લીધે કોરોનાની ત્રીજી લહેર ઓછી અસરકારક રહી છે. આજે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે..

મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટછાટ મળી શકે છે. રાત્રિ કર્ફ્યૂનો સમય 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધીનો થઈ શકે છે. રાજ્યના 8 મનપા વિસ્તાર સિવાયના 27 શહેરોમાંથી રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે હટાવવામાં આવે તેવી પણ શક્યતા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નવી એસઓપી બાબતે ચર્ચા થઈ હતી. આ નવી એસઓપીમાં રાત્રી કરફ્યુના સમયગાળામાં ફેરફાર કરવામાં આવી શકે છે

આજે કોરોનાના નવા 2560 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ આજે 8,812 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,70,117 દર્દીઓ રિકવર થયા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 96.85 ટકાએ પહોંચ્યો હતો. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કુલ 1,37,094 રસીના ડોઝ અપાયા હતા.