રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 20 નવેમ્બર 2019 (11:38 IST)

અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ વકર્યો છે. 40 બાળકોને પણ ગોંધી રખાયા?

અમદાવાદમાં આવેલો નિત્યાનંદ આશ્રમનો વિવાદ વકર્યો છે. આ આશ્રમની બેંગ્લોર સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં તેમના આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ  થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. પરંતુ તેમને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યાં ન હતા. જેથી તેમણે ચાઇલ્ડ વેલફેરમાં પણ અરજી કરી હતી જે બાદ તેમની ટીમ સાથે પણ તેઓ આશ્રમમાં મળવા ગયા હતાં તો પણ તેમને અંદર જવા દીધા ન હતાં. જેથી યુવતીનાં માતાપિતાએ અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરવામાં આવી હતી પરંતુ તે ત્યાં પણ ક્યાંય મળી ન હતી. જેથી પરિવારે રાતે જ હોબાળો મચાવ્યો હતો. જેના પગલે આજે આશ્રમને તાળા મારીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ગઇકાલે રાતનાં હોબાળા બાદ શહેરનાં નિત્યાનંદનાં આશ્રમનાં ગેટ પર તાળા મારી દેવામાં આવ્યાં છે. તેમના અનુયાયીઓને પણ ફોન પર જાણ કર્યા વગર અંદર જવા દેવામાં આવતા નથી. આ ઉપરાંત આશ્રમનાં વહીવટી અધિકારીઓ મીડિયાને મળવા પણ તૈયાર નથી.આશ્રમની બહાર ગઇકાલે હોબાળા બાદ આજે સવારથી મુખ્યપ્રવેશ દ્વાર પર તાળુ મારી દેવામાં આવ્યું છે.પરિવારે આક્ષેપ પણ કર્યો છે કે આ આશ્રમમાં 40થી વધારે બાળકોને ગોંધી રાખવામાં આવ્યો છે. મારી દીકરીને પણ મળવા દેવામાં આવતી નથી.આજે આશ્રમમાં રજા આપી દેવામાં આવી છે. બહારથી તેમના કર્મચારીઓને પણ અંદર આવવામાં દેતા નથી. પરિવારનો આક્ષેપ છે કે, આશ્રમમાં કંઇ રંઘાઇ રહ્યું હોવું જોઇએ તેથી જ કોઇને પણ પ્રેવેશ આપવા દેવામાં આવતા નથી.