શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 નવેમ્બર 2021 (13:36 IST)

સુરતમાં ભૂલથી નહીં પણ જાણી જોઈને પિતાએ જ પુત્રને તાપી નદીમાં ધક્કો મારેલો

સુરતના મક્કાઈપૂલની પાળી પરથી 12 વર્ષીય પુત્રને બેસાડી સેલ્ફી લેવાની લ્હાયમાં પુત્ર પાળી પરથી નદીમાં પટકાઈને મોતને ભેટ્યો હોવાનું જુઠ્ઠાણું ચલાવનાર પિતાના પાપની પોલ ખુલી ગઈ છે. સમગ્ર કિસ્સામાં પોલીસે ઓનર કિલિંગનો કેસ દાખલ કરી પિતાની ધરપકડ કરી છે. પિતાએ માસુમ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ગઈ છે. ત્રણ વર્ષથી પિયર રહેતી પત્નીનું જેની સાથે કથિત રીતે અફેર હતું. તેને અબ્બા કહેનાર પોતાનો પુત્ર નહિ હોવાના ગુસ્સામાં પુત્રને નદીમાં ધક્કો મારી ફેંકી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રવિવારે બપોરે જાકીર શેખ નામનો 12 વર્ષીય કિશોર નદીમાં પડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કોસાડ આવાસમાં રહેતાં વર્ષીય સઇદ ઇલ્યાસ શેખ (ઉ.વ. 31) એ પોલીસને જણાવ્યું હતું કે, તે તેના પુત્રને તાપી નદી પાસે સેલ્ફી લેવાના ઇરાદે લાવ્યો હતો. તેને પાળી ઉપર બેસાડીને ફોટો પાડે તે પહેલાં જ સંતુલન નહિ રહેતાં પુત્ર પાણીમાં પડી ગયાનું જણાવ્યું હતું. પ્રથમ નજરે સામાન્ય લાગતો આ કિસ્સો જોકે પોલીસને ગળે ઉતર્યો ન હતો.12 વર્ષના બાળકને પિતાએ પાળી ઉપર બેસાડવાની જરૂર પડે નહિ તે વાત રાંદેર પોલીસ ઇન્સપેક્ટર એચ. એમ. ચૌહાણને ગળે ઉતર નહોતી. પિતા સઈદ શેખની જ સખ્તાઇથી પૂછપરછ કરતાં તેણે પોતે જ પુત્રની હત્યા કરી નાંખી હોવાનું સ્વીકારી લીધું હતું. સઇદના લગ્ન મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લાના ચીખલી ગામની જસ્મીન(નામ બદલેલ છે) સાથે થયા હતા. લગ્ન વખતે જસ્મીનની ઉમર 14 વર્ષની હતી. તેને લગ્ન જીવન દરમ્યાન બે પુત્રો થયા હતા. સઇદ ચરસી અને ગંજેરી હોય વારંવાર તેની મારઝૂડ કરતો હતો.જેથી નાના પુત્ર જાકીરને લઇને તે ત્રણ વર્ષથી તેના પિયર રહેવા જતી રહી હતી. ત્યાં હીનાને તેનો કથિત પ્રેમી મળવા આવતો હતો. જેને જાકીર અબ્બા કહેતો હોય ખુન્નસ રાખી તેને પાણીમાં ફેંકી મારી નાંખ્યો હોવાની કબૂલાત કરી હતી.