શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (12:44 IST)

બે દિવસ બંધ રહેશે બસોનું ઓનલાઇન બુકિંગ, જાણો કારણ

 gujarat buses
એસટી બસમાં મુસાફરી કરતા પહેલા ઓનલાઈન ટિકિટ મેળવી લીધી છે કે નહી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મંગળવાર રાતથી 8 કલાક માટે ઓનલાઈન બુકિંગ બંધ રાખશે. આ અંગે ગુજરાત કોર્પોરેશને અગાઉથી જ જાણ કરી હતી.
 
ગુજરાતમાં દરરોજ લાખો મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે. જેના કારણે અનેક લોકો એડવાન્સ ઓનલાઈન બુકીંગ કરીને એસટીમાં ટીકીટ મેળવી રહ્યા છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એપ્લીકેશન મેઈન્ટેનન્સના કારણે મંગળવારે રાત્રે 11 વાગ્યાથી બુધવારે સવારે 7 વાગ્યા સુધી ઓનલાઈન બુકિંગ બંધ રહેશે. 
 
સોફ્ટવેરની સ્પીડ વધારવા અને મુસાફરોની સુવિધા માટે એપ્લિકેશનની જાળવણી માટે ઓનલાઈન બુકિંગ કરવામાં આવશે નહીં. આ માટે કોર્પોરેશન દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. ઓનલાઈન બુકિંગ બંધ થવાના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
 
એડવાન્સ ટિકિટ GSRTC એપ્લીકેશન અને એસટીની ઓનલાઈન વેબસાઈટ અને બસ સ્ટેન્ડના ઓનલાઈન કાઉન્ટર દ્વારા ઉપલબ્ધ થશે નહીં. આ માટે જીએસઆરટીસીએ મુસાફરોની માહિતી માટે તેની વેબસાઈટ પર સૂચના પણ જારી કરી છે.