રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 26 ડિસેમ્બર 2018 (11:17 IST)

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતાજીનુ નિધન, આજે 3 વાગ્યે અંતિમયાત્રા

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાશ્રી ઘીરૂભાઈનું નાતાલના દિવસે નિધન થયું હતું. અમરેલી ખાતે રહેતા ધાનાણીના પિતા ધીરૂભાઈ રવજીભાઈ ધાનાણીનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેમની અંતિમયાત્રા આજે અમરેલી ખાતે આવેલા તેમના નિવાસ્થાનેથી બપોરે ત્રણ વાગ્યે નીકળશે
 
પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને આ વિશે જાણ કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, ‘ઈશ્વર ઈચ્છા બળવાન. અમારા પિતાશ્રીનું 25 ડિસેમ્બરનાં રોજ દુ:ખદ અવસાન થયું છે.’
 
 "ઈશ્વર ઈચ્છા બળવાન"
 
અમારા પુજ્ય પિતા શ્રી ધીરૂભાઈ રવજીભાઈ ધાનાણીનુ તા.૨૫ ડિસે.ના રોજ દુઃખદ અવસાન થયેલ હોય ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના કરું છુ,
 
અંતિમ વિધિ આજે તા.૨૬ ડિસે.ના રોજ બપોરે ૩-૦૦ કલાકે અમારા નિવાસ સ્થાને ગજેરાપરા, અમરેલી ખાતે રાખવામાં આવેલી છે.
 
 
ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.