સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 મે 2022 (23:56 IST)

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ - કન્ટેનર ઈકો કાર પર પડતા માતા-પિતા અને પુત્ર સહિત 5ના મોત

Patel's Family Went To Surat For Wedding Shopping.
નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. પુર ઝડપે આવી રહેલું કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા છે. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયું હતું.
 
 
લગ્નની ખુશી પહેલા મોત આવ્યુ 
ઈકો કારમાં સવાર લોકોના પરિવારમાં લગ્ન હતા. જેથી લગ્નની ખરીદી કરી પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. જેને લઈ ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં માતમ છવાયો છે. 25મી તારીખે પરિવારમાં લગ્ન યોજાવાના હતા એ પહેલા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. જોકે, એક વ્યક્તિનો ચમત્કારીક બચાવ થયો હતો.