રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 મે 2022 (14:30 IST)

આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, ઈટાલીયા સહિતના કાર્યકરોને માર મારવામાં આવ્યો

aap vs bjp
સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા આપના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈ કાલે પાલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેથી આજે આપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આપના પ્રદેશ અધ્યક્ષ ઈટાલીયા સહિતના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો
 
ભાજપના કાર્યકરોએ ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા
ભાજપ કાર્યાલય પર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે રોક્યા હતો. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મારાયો અને ગોપાલ ઇટાલીયા સાથે ટપલીદાવ થયો હતો. ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપના કાર્યકરોએ ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.