બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (16:45 IST)

ગુજરાતમાં પેટ્રોલ ડિલર એસોસિએશન દ્વારા આવતીકાલે ખરીદી નહીં કરવાનું એલાન

petrol diesel
ગુજરાતમાં પેટ્રોલ ડિલર એસોસિએશન દ્વારા આવતીકાલે ખરીદી નહીં કરવાનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાનને પગલે પેટ્રોલ પંપના માલિકો દ્વારા પેટ્રોલ અને ડિઝલની ખરીદી કરવામાં આવશે નહીં. અગાઉ એસોસિએશન તરફથી સરકાર સામે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળતાં પેટ્રોલના ડિલર એસોસિએશન દ્વારા ખરીદી નહીં કરવાનું એલાન કરવામાં આવ્યું છે. પેટ્રોલ પંપના માલિકો દ્વારા એવું પણ કહેવામા આવ્યું છે કે, ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલુ રાખવામાં આવશે.ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી છે. ઘણી બધી રજૂઆત કરી પરંતુ, સંતોષકારક જવાબ ન મળતા હવે કેન્દ્ર સરકાર સુધી મેસેજ પહોંચાડવા માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દ્વારા 15 સપ્ટેમ્બરે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. છેલ્લા છ વર્ષથી ડીલરને માર્જિનમાં વધારો મળતો નથી, સીએનજીનું ડીલર માર્જિન 17 મહિનાથી મળ્યું નથી અને બ્રાન્ડેડ પેટ્રોલ ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરવામાં આવતું હોવાથી આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ, કોઈ નિરાકરણ ન આવતા હવે એક દિવસ માટે પેટ્રોલ ડીઝલ નહી ખરીદવા અંગે એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પેટ્રોલ ડીઝલ પુરાવા આવતા ગ્રાહકોને તકલીફ ના પડે તે માટે વેચાણ ચાલુ રાખવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે.