બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (08:35 IST)

PM નરેન્દ્ર મોદીને CM ભુપેન્દ્ર પટેલે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

bhupendra patel
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) જન્મદિવસની (Birthday Wishes) હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે.
 
તેમણે પોસ્ટમાં લખ્યું છે કે- વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું. 

narendra modi
ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનું આપનું પરિશુદ્ધ જાહેરજીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની પ્રતિબદ્ધતા, આપત્તિને ભગીરથ પુરુષાર્થ થકી અવસર બનાવવાનો આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્રોત છે. તેજ ગતિએ વિકાસની સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતના સંવર્ધનની આપની કાળજીએ આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી છે. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના આપશ્રીના લક્ષ્યમાં આહુતિ આપવા આજે દેશનો જન-જન ઉત્સુક બન્યો છે. ઈશ્વર સમક્ષ આપશ્રીના યશકીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.