બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (15:25 IST)

વિધાનસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે બાજી ફિક્સ, નલિયાકાંડ મુદ્દે કોઈ ચર્ચા નહીં

સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર નલિયાકાંડના મુદ્દે આંદોલન કરનાર કોંગ્રેસના સભ્યોએ વિધાનસભામાં સરકાર સાથે ફિક્સિંગ કરીને સમાધાન કર્યું હતું. વિધાનસભામાં સરકારે આ મુદ્દે ન્યાયિક તપાસની માંગણી સ્વીકારી લેતાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂપ થઈ ગયા હતાં. મોદી આવતા મહિનાની 8મી તારીખે ગુજરાત આવવાના છે એ પહેલાં આ મામલો શાંત પડી જાય એ ગણતરીથી સરકારે વિપક્ષ સાથે મળીને સમાધાન કરી લીધું છે.આજે નિયમ 116 હેઠળ ગૃહમાં ચર્ચા થવાની હતી  ભાજપના સ્થાનિક નેતાઓને સંડોવાતા નલિયાકાંડના મુદ્દે ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની અંદર અને બહાર ભારે ઉહાપોહ મચાવ્યો હતો

. વિધાનસભાની બહાર દેખાવો કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત પણ કરી હતી. આ મુદ્દે મંત્રીઓની સેક્સસીડી બહાર પાડવાનો પડકાર પણ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ફેંક્યો હતો. પરંતુ આજે ગુજરાત વિધાનસભામાં શૂન્યકાળ દરમિયાન મુખ્યમંત્રીએ નલિયાકાંડની ન્યાયિક તપાસની ખાત્રી આપતાં વિપક્ષના નેતાએ ચૂપચાપ આવકારી લીધી હતી. આજે નિયમ 116 હેઠળ ગૃહમાં ચર્ચા થવાની હતી  વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચેના ફિક્સિંગના સીલસીલામાં એવું હતું કે આજે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા પૂર્વે અધ્યક્ષની ચેમ્બરમાં મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાની બેઠક મળી હતી. જેમાં સમાધાનની ફોર્મ્યુલા બની હતી. આ સમાધાનની વિગતો રજુ કરી મુખ્યમંત્રીએ ગૃહમાં ખાત્રી આપતાં વિપક્ષના નેતાએ પણ સહર્ષ વધાવી લીધી હતી. અંતે વિપક્ષ-સત્તાપક્ષ વચ્ચે નલિયાકાંડના મુદ્દે ફિક્સિંગ થઈ જતાં ગૃહ શાંતિથી ચાલવા લાગ્યું હતું.