પોશીના યુપી બિહારવાળી જોવા મળી, રેડ પાડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ, 3ને ઇજા
રાજ્યમાં ધીમે ધીમે યુપી બિહારવાળી જોવા મળી રહી છે. સતત વધતા જતા ક્રાઇમના બનાવોના લીધે ભયનો માહોલ વધતો જાય છે. એકતરફ ડ્રગ્સની હેરાફેરી અને બીજી હથિયારોની સપ્લાય થઇ રહ્યા છે જે સરકાર અને પોલીસ બંને માટે ચિંતાનો વિષય છે. તાજેતરમાં સાબરકાંઠાના પોશીનામાં હથિયારોની બાતમીના આધારે રેડ પાડવા ગયેલી પોલીસની ટીમ પર દેશી બંદૂક વડે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોશીનાના ગૌરી ગામે 3 પોલીસકર્મી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં ત્રણેય પોલીસકર્મીને ઈજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ સાબરકાંઠાના પોશીનાના કાલીકંકરનાં ગૌરી ગામમાં પોલીસને ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મળી હતી. ગૌરી ગામે રેડ પાડવા ગયેલી પોલીસ પર પહેલાથી જ સંતાડી દીધેલા હથિયાર વડે જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક પોલીસકર્મીને પગમાં જ્યારે અન્ય બે પોલીસકર્મીને ઈજાઓ થતાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને લઈને એલસીબી, એસઓજી ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત આજુબાજુની પોલીસને ખડકી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભૂતકાળમાં પણ રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાની અનેક ઘટનાઓ બની ચૂકી છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયમાં પોલીસ પર હુમલાના બનાવ વધતા જઈ રહ્યા છે તેવામાં ગઈકાલે વધુ એક બનાવથી પોલીસને વધુ સતર્કતાથી કાર્ય કરવાની જરૂર છે. આ અગાઉ પણ પોલીસ પર હુમલાઓ કરવામાં આવ્યા છે. લુખ્ખા અને અવાર તત્વોને જાણે પોલીસથી દર નથી એ રીતે છાસવારે પોલીસ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસ ઝડપી તાપસ કરીને આરોપીને પકડવાની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કાર્ય છે.