વડાપ્રધાને નામ લીધા વિના જ ‘આપ’ અને કોંગ્રેસ પર પ્રહાર કોંગ્રેસે એમને ગાળો ભાંડવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સ કર્યો
જામ કંડોરણામાં વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે,ગુજરાતની જનતાને ચેતવવાની જરૂર છે, મને દૂર બેઠા બેઠા બરાબર દેખાય છે. જે લોકોને ગુજરાતે નકારી દીધા એ લોકો ગુજરાતના હિતની વિરુદ્ધમાં એડીચોટીનું જોર કરી રહ્યા છે. પરંતુ ગુજરાત આજે ચમકતું થઇ ગયુ છે. ચૂંટણી પહેલા મારા માટે એ લોકો મને અપશબ્દો બોલતા હતા. આ વખતે કોંગ્રેસ કોઇ સભાઓ નથી કરતી, કરે તો મોદી પર હુમલો નથી કરતી. તેણે નવી ચાલાકી શરૂ કરી છે. તે ગામડે ગામડે જઇને લોકોને મળી રહી છે. ખાટલા બેઠક કરીને આ વખતે તક આપવાની વિનંતી કરી છે. પરંતુ ગાળો ભાંડવાનો આપવાનો કોન્ટ્રાક્ટ આઉટ સોર્સ કર્યો છે.
કોંગ્રેસની ચાલકીને સમજજો. આજે બે એવા પુરુષોની જન્મજયંતી છે જેઓ ભારત રત્નથી સન્માનિત કર્યા છે. આ બે છે જયપ્રકાસ નારાયણ અને નાનાજી દેશમુખ. મને નાનાજી દેશમુખ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. જયપ્રકાશ નારાયણના ભ્રષ્ટાચાર વિરોધી કામ કરી રહ્યા છે. આજે ભ્રષ્ટાચાર વિરોધી કામ કરીએ તો એક ટોળું કાગારોળ કરી મુકે છે. જેમને લોકોનું લૂંટ્યુ છે તે તેમને દેશને પાછું આપવું જ પડશે.મારા ગુજરાત અને ભારત સરકારમાં કામની શરૂઆત રાજકોટની ધરતીથી થઇ હતી. રાજકોટે મને આશીર્વાદ આપી મોકલ્યો હતો. આ જલારામ બાપા અને મા શક્તિસ્વરૂપા આઇ ખોડિયાર માતાના આશીર્વાદની ભૂમિ છે.ગુજરાતના આયોજન ઉત્તરોઉતર નવી ઉંચાઇઓ સર કરતા જાય છે, નવો નવો વિસ્તાર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહીં માત્ર નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહીં પરંતુ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનતના કારણે આ શક્ય બન્યું છે.સમુદ્ર કિનારે પહેલા માથે પડેલો લાગતો હતો પરંતુ હવે વેપાર કારોબાર માટે આકર્ષક બની રહ્યુ છે. આજે તો આપણે મોટરના સ્પેરપાર્ટ બનાવીએ છીએ. પરંતુ તૈયારીઓ કરો કે એવા દિવસો દૂર નથી કે, વિમાનના સ્પેર પાર્ટ બનાવવાના ઓર્ડર આવશે.