રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2022 (19:06 IST)

દિયરે હદ વટાવી, ભાભી સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ

અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, દિયરે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 
યુવતી ગઈકાલે ઘરે હાજર હતી. ત્યારે તેની નાની દીકરી બહાર રમવા ગઈ હતી. તેનો પતિ કામથી બહાર ગયો હતો. અચાનક દીકરીનો રડવાનો અવાજ આવતા યુવતી તેને લેવા ગઈ હતી. દીકરીને લઈને યુવતી ઘરમાં આવતી હતી ત્યાં જ તેનો દિયર પાછળથી આવ્યો અને યુવતીને બાથ ભરી લીધી હતી. યુવતીએ પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જ તેના દિયરે તેને ધક્કો મારી બેડ પર પાડી દીધી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.
 
સમગ્ર બાબત યુવતીએ સાસુ અને પતિને જણાવતા તે લોકોએ યુવતીનો જ વાંક કાઢી તેની સાથે બોલાચાલી કરી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને દિયર સામે છેડતીની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાથે જ આ ફરિયાદમાં દર્શાવેલ આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.