બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (21:08 IST)

પુષ્પા ફિલ્મની આ લોકપ્રિયતાનો પોલીસે આ રીતે ઉઠાવ્યો લાભ

પુષ્પા ફિલ્મની આ લોકપ્રિયતાનો લાભ લઇ સુરત શહેર પોલીસે (Surat City Police)પણ એક સંદેશો શહેરીજનોને આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને તેની સ્ટાઈલમાં બતાવીને એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. જેના પર લખવામાં આવ્યું છે કે અપને શહેર મેં કુછ ભી ઇલ્લીગલ દીખે તો ઝુકને કા નહીં, 100 ડાયલ કરને કા.સુરત પોલીસ દ્વારા લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે સારો રસ્તો છે. કારણ કે હાલમાં લોકો સોસીયલ મીડિયામાં સતત નજર હોય છે અને લોકો તેમાં વ્યસ્ત હોય જેથી આ સંદેશ લોકોના નજરમાં વધુ આવી શકે છે.
 
આ જ બતાવે છે કે શહેરમાં ગુનાખોરીને ડામવા માટે શહેર પોલીસ પુષ્પા ફિલ્મના પોસ્ટરનો સહારો લઈને શહેરીજનોને પણ ગુનાખોરી અટકાવવા માટે સહકાર આપવા સંદેશો આપી રહી છે. સુરત પોલીસ દ્વારા આ પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ મુકવામાં આવ્યો છે. ઘણા શહેરીજનો તેને પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.ગુનાખોરી અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે જો શહેરમાં ક્યાંય પણ કશે ખોટું થતું દેખાય તો તાત્કાલિક જ પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. સુરત પોલીસના ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ મૂકી લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યું છે.ખરેખર આ જ રસ્તો જેથી સરળતાથી લોકો સુધી પહોંચી શકાય છે