રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જુલાઈ 2017 (00:33 IST)

ગુજરાતમાં સતત આઠમાં દિવસે અવિરત વરસાદ,,, જાણો 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ

ગુજરાતમાં સતત આઠમાં દિવસે અવિરત વરસાદ ચાલુ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અનરાધાર વરસાદથી જાનમાલને ભારે નુકશાન થયાના સમાચાર છે. હાઈવે અને શહેરના રોડ તૂટી ગયા છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વાવણી કરેલી હોય તે વાવણી પણ ધોવાઈ ગઈ છે. ગામોમાં પાણી ઘૂસી ગયા છે, જેથી મિલકતોને પણ ભારે નુકશાન થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદના સમાચાર છે
 
ડાકોર-ઉમરેઠ પર ગરનાળુ બેસી ગયું
ડાકોર- ઉમરેઠ અને ડાકોર-કપડવંજ રોડ બંધ કરાયો
નડિયાદમાં ભારે વરસાદથી નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
નડિયાદમાં 4 ઈંચ વરસાદ
કુતિયાણા તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા
બોટાદમાં 2 ઈંચ વરસાદ
સુખ ભાદર ડેમના 10 દરવાજા ખોલાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42.46 ટકા વરસાદ
ગાંધીનગરના કલોલમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ
33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ
સુરેન્દ્રનગરના સાવકાગામનો પુલ તૂટ્યો
કચ્છ સૌરાષ્ટ્રને જોડતો હાઈવે ધોવાઈ ગયો
ભાદર નદીમાં નવા પાણીની આવક થતાં ડેમ ઑવરફલો
મચ્છુના તમામ ડેમ ઑવરફ્લો
મહીસાગરમાં 3500 કયુસેક પાણી છોડાયું
મહીસાગર અને શેઢી નદી બે કાંઠે થઈ
ખેડાનો વણાકબોરી ડેમ ઑવરફ્લો થયો
અરવલ્લી જિલ્લામાં મેઘમહેર યથાવત રહી
રાધનપુરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ થયો
બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ
ડીસાના દામા ગામમાં તળાવ ફાટ્યું, તળાવનું પાણી ખેતરો અને ગામમાં ફરી વળ્યું
અમદાવાદમાં એવરેજ 5 ઈંચ વરસાદ
અમદાવાદના પૂર્વ અને પશ્રિમ વિસ્તારોની 500થી વધુ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા
વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
શનિવારે રાજ્યમાં એસટીની 300 જેટલી બસોની ટ્રિપ કેન્સલ કરાઈ