સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (11:27 IST)

ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરતમાં સોમવાર રાતથી ઘણી જગ્યાએ ધીમેધીમે વરસાદ શરૂ થઈ ગયો હતો. દીવ અને સૌરાષ્ટના ભાવનગર અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. 
 
હવામાન વિભાગ પ્રમાણે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ, દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદ
 ટંકારા અને મોરબીમાં સૌથી વધુ 67 મીમી વરસાદ ખાબક્યો છે. જેથી નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સારા વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5.86 મીમી વરસાદ વરસ્યો છે. જૂન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં કુલ 226.10 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 27.71 ટકા વરસાદ પડ્યો છે. જેમાં 106 તાલુકામાં 126-250મીમી વરસાદ, 55 તાલુકામાં 251-500મીમી, 13 તાલુકામાં 501થી 1000મીમી, 5 તાલુકામાં 1000મીમી, 53 તાલુકામાં 51-125મીમી, અને 19 તાલુકામાં 0-50મીમી વરસાદ ખાબક્યો છે.
સોમવારે સાંજ પછી વાતાવરણમાં પલટો આવવા સાથે મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. લગભગ 26 દિવસ સુધી વૈશાખ જેવી ગરમી પછી વરસાદ આવતાં લોકોને રાહત થઈ હતી. પશ્ચિમ ઝોનમાં 3 ઝાડ પડ્યા હતા. સોમવારે સૌથી વધુ 35 મીમી અર્થાત અંદાજે સવા ઈંચ વરસાદ ઉસ્માનપુરામાં થયો હતો.