ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (16:32 IST)

લગ્ન માટે સરળતાથી બુક કરાવી શકશો ટ્રેન કે કોચ, સરળ થયા નિયમ

દેશમાં કોઈ પણ માણસ લગ્નની જાન કે પછી બીજા આયોજનો માટે હવે ટ્રેન કે કોચ કે પછી આખી ટ્રેનને સરળતાથી બુક કરાવી શકશે. આઈઆરસીટીએસી તેના માટે નિયમમાં રાહત આપી છે. લોકો માત્ર ઘરે બેસીને આઈઆરસીટીસીની વેબસાઈટ કે પછે એપના માધ્યમથી આ બુકિંગ કરાવી શકશે. 
40 ટકા વધારે આપવું પડશે ભાડું 
 
લોકોને તેના માટે 35 થી 40 ટકા વધારે ભાડું ભુગતાન કરવુ પડશે. એક નક્કી સુરક્ષા નિધિ રેલ્વેના અકાઉંટમાં જમા કરાવવી હોય છે. જે પછી પરત મળી જાય છે. વધારે શુલ્કમાં જીએસટી અને બીજા ટેક્સ પણ શામેલ કરાય છે જો પ્રોગ્રામ કેંસિલ હોય છે તો ભુગતાન નિર્ધારિત ટેક્સ કાપીએ પરત કરાશે. 
 
પેન, આધાર કાર્ડ ફરજિયાત 
ઑનલાઈન બુકિંગ કરાવવા માટે માણસની પાસે પેન કે પછી આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. જો માણસની પાસે પેન કે પછી આધાર કાર્ડ નથી તો પછી બુકિંગ થવામાં પરેશાની થઈ શકે છે. તમને પહેલા  https://www.ftr.irctc.co.in/ftr/ પર લૉગિન કરીને આઈડી બનાવવી પડશે. પેન અને આધારથી તમને ઓ ટી଑પીથી વેરિફાઈ કરાશે. 
 
આ કોચની કરાવી શકો છો બુકિંગ 
જે કોચને ટ્રેનમાં લગાવીએ છે તેમાં એસી ફર્સ્ટ ક્લાસ, સેકંડ એસી, થર્ડ એસી, એસી ચેયરકાર, એગ્જિક્યૂટિવ ચેયરકાર, સ્લીપર, પેંટ્રીકાર, પાર્સલ વેંક વગેરે શામેલ છે. 
 
કોચ અને ટ્રેનની બુકિંગનો આ છે ચાર્જ 
કોચ બુક કરાવવા માટે 50 હજાર રૂપિયા અને 18 કોચ વાળી ટ્રેન માટે નવ લાખ રૂપિયા ચાર્જ લાગશે. જો ટ્રેન એક અઠવડિયા પછી પણ બુક રહે છે તો પછી દર કોક 10 હજાર રૂપિયા વધારે આપવા પડશે. 
 
આખી ટ્રેન બુક કરાવવાના નિયમ 
જો તમે આખી ટ્રેનને બુક કરાવો છો તો પછી આ નિયમોનો પાલન કરવું પડશે. 
ઓછામાં ઓછા 18 અને વધારે 24 કોચ 
એક મહીનાથી લઈને છ મહીના પહેલા બુકિંગ કરાવવી ફરજિયાત 
થઈ શકે છે બે દિવસ પહેલા બ્બુકિંગ કેંસિલ 
સ્ટેશન પર સ્ટૉપ વધારેમાં વધારે 10 મિનિટ્નો હશે. 
બે સ્લીપર કોચ ફરજિયાત