ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2017 (13:37 IST)

સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પોલી કામગીરીનો ભેદ ખોલ્યો

તાજેતરમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદે પધરામણી કરી હતી. ત્યારે આજે સુરતમા પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સવારના 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં વરાછા કતારગામ ઝોનમાં 30 એમએમ વરસાદ વરસ્યો હતો. સવારના સમયે વરસાદ વરસતા શહેર અને શહેરીજીવન પાણી પાણી થઈ ગયું છે. અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. શહેરના કાપોદ્રા, વરાછા, અડાજણ, રાંદેર કતારગામ સહિતના અનેક વિસ્તારમાં ગાજ વીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

જેથી લાંબા સમયથી શહેરમાં ચરમ સીમાએ પહોંચેલી ગરમીથી અકળામણ અનુભવતાં શહેરીજનોને રાહત મળી હતી. તો બીજી તરફ કામધંધે નીકળેલા શહેરીજનોને વરસાદથી બચવા રસ્તા પર થોબવાની ફરજ પડી હતી. જોકે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તરોમા વીજ પાવર ઠપ થઇ જતા તંત્રની પ્રિમોન્સૂન કામગિરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. સાથે વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહેલા સુરતીઓએ પહેલા વરસાદની મન મૂકીને આનંદ માણ્યો હતો.