મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 નવેમ્બર 2023 (17:31 IST)

ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તલાલામાં 1.8 ઈંચ

ગુજરાતમાં હવામાનની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો છે. વિગતો મુજબ અત્યાર સુધી રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ તાલાલામાં 1.8 ઈંચ વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે, આજે વહેલી સવારથી અનેક જગ્યાએ શરૂ થયેલ વરસાદને કારણે કૃષિપાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

આજે વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 61 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાલાલામાં 1.6 ઈંચ તો પાટણ-વેરાવળમાં 1.3 ઈંચ, વંથલીમાં 1.6 ઈંચ વરસ ખાબક્યો છે. આ સાથે ઉનામાં 0.66 ઈંચ, સૂત્રાપાડામાં 0.59 ઈંચ, કેશોદમાં 1.14ઈંચ અને ખાંભામાં 0.51 ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલ કમોસમી માવઠું હજી પણ અનેક વિસ્તારોમાં યથાવત છે.

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવશે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. અત્રે જણાવીએ કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. જેને લઈ હવે આજથી ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.