ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 એપ્રિલ 2020 (13:55 IST)

Rajkot Hanuman temple-રાજકોટમાં બડા હનુમાનજી મંદિરમાં મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યું

રાજકોટમાં બડા હનુમાનજી મંદિરમાં મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યું
આજે 8 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. દર વર્ષે ધામધૂમપૂર્વક સૌરાષ્ટ્રના દરેક હનુમાનજી મંદિરે ઉજવણી થાય છે. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને લઇ લોકડાઉન ચાલી રહ્યું છે. આથી દરેક હનુમાનજીના મંદિરે પૂજારી દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. રાજકોટના બડા હનુમાનજી મંદિર દ્વારા સમાજને સંદેશો આપતું કાર્ય કરવામાં આવ્યું છે. અહીં હનુમાનજીની મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યું છે અને માસ્ક પર શ્રી રામ લખવામાં આવ્યું છે. લોકોને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવી નવી પહેલ કરી છે. કોરોના સામેની લડાઇમાં પવનપુત્રએ અપીલ કરી છે.