ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (13:14 IST)

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આપ્યું રાજીનામું, પાટીદાર સમાજમાં ખળભળાટ

પાટીદાર સમાજમાં ફરી એક વખત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ચર્ચાનો વિષય બન્યા છે. સોશિયલ મીડિયામાં એવા મેસેજ ફરી રહ્યા છે કે ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ રાજીનામુ આપ્યું છે. તેમણે એક વ્યક્તિના વધુ પડતા વર્ચસ્વથી કંટાળીને આ નિર્ણય લીધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમના રાજીનામાંથી પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. આ માહિતી સામે આવ્યા બાદ ખોડલધાન ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું કે તેને નરેશ પેટલેનું રાજીનામુ મળ્યું નથી

આ માત્ર અફવા છે. નરેશ પટેલના વ્યક્તિત્વ પર વાત કરીએ તો, તેઓ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. કાગવડ ખાતે બનેલા ખોડલધામ મંદિરના નિર્માણમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. ખોડલધામ લેઉઆ પટેલ સમાજનું મોટુ સંગઠન છે અને સમાજમાં નરેશ પટેલનું વર્ચસ્વ પણ જોવા મળે છે. નરેશ પટેલના રાજીનામા બાદ રાજકોટમાં પાટીદાર વિદ્યાર્થીઓએ પરેશ ગજેરા વિરુદ્ધ નારા લગાવ્યા છે. વિદ્યાર્થીઓમાં પરેશ ગજેરા વિરુદ્ધ નારાજગી જોવા મળી છે. એવી પણ માહિતી ચર્ચાઈ રહી છે કે નરેશ પટેલે શનિવારે જ રાજીનામું આપી દીધું છે. જોકે હાલ તો ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.