શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2019 (13:15 IST)

2017ની ચૂંટણી એફીડેવીટ મુજબ ભાજપના 78%, કોંગ્રેસના 70% ઉમેદવારો કરોડપતિ હતા

રાજકારણ સતા છે, પણ એ પૈસાના જોરે ચાલે છે. 2017ની આખરમાં યોજાયેલી રાજય ધારાસભાની ચૂંટણી વખતે ભાજપના 78% અને કોંગ્રેસના 70% ઉમેદવારોએ તેમની એફીડેવીટમાં સંપતિની આપેલી વિગતો મુજબ કરોડપતિ હતા. એમાં સૌથી વધુ અમીર કોંગ્રેસના દસક્રોઈ બેઠકના ઉમેદવાર પંકજ પટેલ હતા. તેમણે રૂા.231 કરોડની એસેટસ જાહેર કરી હતી. કોંગ્રેસના ત્રણ અને ભાજપના બે એમ કુલ પાંચ ઉમેદવારોએ તેમની મિલ્કત રૂા.100 કરોડથી વધુ લેવાનું જાહેર કર્યું હતું.

રૂા.100 કરોડની કલબમાં સામેલ ઉમેદવારોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર પડકારનારા ઈન્દ્રનીલ રાજયગુરુ પણ સમાવેશ થતો હતો. તેમણે રૂા.141 કરોડની સંપતિ જાહેર કરી હતી. જયારે રૂપાણીએ રૂા.3.4 કરોડની માલમિલ્કત બતાવી હતી. 100 કરોડની કલબમાં રઘુભાઈ દેસાઈ (રૂા.108 કરોડ), સૌરભ પટેલ (રૂા.123 કરોડ) અને ધનજીભાઈ પટેલ (રૂા.116 કરોડ) પણ સામેલ હતા.
સૌરભ પટેલ હાલ રૂપાણી સરકારમાં પ્રધાન છે. સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ધનજીભાઈ પટેલ પણ હવે ધારાસભ્ય બની ગયા છે. સૌરભ પટેલે 2012ની ચૂંટણીમાં 57 કરોડની સંપતિ જાહેર કરી હતી, એ જોતાં પાંચ વર્ષમાં એ બમણી થઈ છે.