અમદાવાદમાં યોજાશે “રાઈડ ફોર લાઈફ, બાઇક રેલી યોજી અંગદાન અંગે જાગૃતિ ફેલાવાશે
“ગીફટ એન ઓર્ગન”સપ્તાહના ઉજવણીના ભાગરૂપે સીઆઈઆઈની યુથ વિંગ, યંગ ઈન્ડીયન્સ (YI)ના અમદાવાદ ચેપ્ટર દ્વારા રવિવારે અંગદાન અંગેજાગૃતિ માટે બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનો ઉદ્દેશ વધુને વધુ લોકો અંગદાન કરવાપ્રેરાય તે માટે જાગૃતી પ્રસરાવવાનો અને અંગદાન સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓ અનેદ્વિધા દૂર કરવાનો છે.
યંગ ઈન્ડીયન્સના અમદાવાદ ચેપ્ટરના ચેર મોનિલ પરીખના જણાવ્યા મુજબ 500થી વધુ બાઈકર્સ અન વિવિધ બાઈકર ગ્રુપે “રાઈડ ફોર લાઈફ”રેલીમાં જોડાવા માટે નોંધણી કરાવી છે.
આ રેલીનો પ્રારંભ તા. 11 ઓગસ્ટના રોજ સવારે 6-30 કલાકે સિમ્સ હૉસ્પીટલથી થશે.આ રેલી સાયન્સ સીટી ચાર રસ્તા, બોપલ ચાર રસ્તા, ઈસ્કોન -આંબલી રોડ, ઈસ્કોન ચાર રસ્તા અને શીવરંજની ચાર રસ્તા થઈને છેલ્લે સિમ્સ હૉસ્પીટલ ખાતે તેનુ સમાપન થશે. રેલી પછી સિમ્સ હૉસ્પીટલના નિષ્ણાતો બાઈકર્સને અંગદાનના મહત્વ અંગે તથા અન્ય વિષયો અંગે સંબોધન કરશે.