શુક્રવાર, 21 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 19 નવેમ્બર 2025 (17:56 IST)

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

ruhaniyat
ruhaniyat
TCS રુહાનિયત – સીકિંગ ધ ડિવાઇન”, બનિયાન ટ્રીનો મુખ્ય મહોત્સવ, તેની 25મી આવૃત્તિ આ વખતે 5 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફિથિયેટર ખાતે આયોજિત કરશે. 
 
બે દાયકાથી વધુ સમયની આ અવિરત યાત્રા દરમિયાન, ટીસીએસ રુહાનિયતે ભારતના દરેક ખૂણાઓમાંથી અનેક લોકકલાકારોને તેમજ વિશ્વના વિવિધ પ્રદેશોની સમૃદ્ધ પરફોર્મિંગ આર્ટ પરંપરાઓને મંચ પૂરું પાડવામાં મહત્વનું કાર્ય કર્યું છે.હવે સંગીત, આધ્યાત્મવિદ્યા, એકતા, શાંતિ અને સમર્પણની વાર્ષિક ઉજવણી તરીકે સ્થાપિત આ મહોત્સવે અનેક સંતો-મહાનુભાવોના સંદેશાને જીવંત કર્યા છે. દેશના આઠ શહેરોમાં દર્શકોને પ્રભાવિત કર્યા છે અને તેમને કલા પ્રેમ, સૌંદર્ય અને અનુકંપાથી અભિભૂત કર્યા છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના સહયોગથી યોજાતો આ મહોત્સવ કોમન ચેતનાનો અનુભવ કરવાનો એક સામૂહિક પ્રયાસ છે. જ્યાં કલાકારો અને પ્રેક્ષકો વચ્ચે ગજબની લાગણી પ્રવર્તિ જાય છે.  
ruhaniyat
ruhaniyat
આ વર્ષે અમદાવાદમાં સદીઓથી ચાલતી આવતી પરંપરાઓના સમેલનનું સાક્ષી બનશે. જે પેઢી દર પેઢી સંરક્ષિત રહી છે અને ભક્તિ તથા સમર્પણની ભાવનાને જીવંત રાખે છે. વિવિધ રજૂઆતો દ્વારા સંગીત અને રહસ્યવાદના હ્રદયસ્પર્શી સંમિશ્રણથી ભરપૂર રહેશે. આ અદભુત લાઇન-અપ મહોત્સવના 25 ગૌરવશાળી વર્ષોને ઉત્તમ રીતે ઉજાગર કરે છે અને અમદાવાદના દર્શકો માટે અવિસ્મરણીય અનુભવ સર્જે છે.આ પવિત્ર અને નિર્મળ ઉજવણીનો ભાગ બનો અને સંગીતની ભાષા દ્વારા આંતરિક શાંતિ અને એકતાની શોધની આ યાત્રામાં જોડાઓ. 
 
તમિલ સંતવાણી: સિવાશ્રી સ્કંદપ્રસાદ અને ગ્રુપ
 
કબીર ચૌરા: મુખતિયર અલી અને ગ્રુપ
 
ઇટાલિયન મિસ્ટિક કનેક્ટ: એલિયોનારા બિયાન્કીની
 
ઉબુન્ટુ – આફ્રિકાની સાથેપણુંની ભાવના: ડુમ્ઝા માસ્વાના અને વોલી એન્ચાબેલેંગ
 
દાસી જીવનના ભજનો: હેમંત ચૌહાણ અને ગ્રુપ
 
વસુધૈવ કુટુંબકમ – ભારતીય, ઇટાલિયન અને આફ્રિકન કલાકારોનું વિશેષ આધારિત સહયોગ
 
સાંજનો સમાપન પરંપરાગત, શુદ્ધ સ્વરૂપમાં રજૂ થતી આત્માને સ્પર્શતી કવ્વાલી સાથે થશે