બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 માર્ચ 2021 (09:13 IST)

સાબરમતી રેલ્વે યાર્ડની ટેક્નિકલ ખામી દૂર થતાં ગુડ્ઝ ટ્રેનોનું સંચાલન બન્યું સરળ, દોઢ કલાકની બચત થશે

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના સાબરમતી રેલ્વે ગુડ્ઝ યાર્ડમાં તમામ તકનીકી અવરોધો દૂર કરવામાં આવી છે. આનાથી માલગાડીઓનું સંચાલન સરળ બનશે અને શંટિંગ ઑપરેશનથી દરેક ટ્રેનમાં દોઢ કલાકની બચત થશે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે આ નોંધપાત્ર સિદ્ધિ માટે 50000 રૂપિયા રોકડ ઇનામ જાહેર કર્યું છે.
 
અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે હાલમાં સાબરમતી ગુડ્ઝ યાર્ડમાં 16 લાઈનો છે, જેમાંથી 8 લાઈનો ઉત્તર યાર્ડમાં અને આઠ લાઇન દક્ષિણ યાર્ડમાં છે. સાબરમતી બી.જી. એ અમદાવાદ ડિવિઝનનો સૌથી મોટો ક્રૂ અને ટ્રેક્શન ચેન્જિંગ પોઇન્ટ પણ છે અને આ યાર્ડમાં દરરોજ 30 ટ્રેનો પાર્ક કરવામાં આવે છે અને તેની યાંત્રિક પરીક્ષણો પણ કરવામાં આવે છે.
 
ભૂતકાળમાં, આ યાર્ડમાં તકનીકી અવરોધ હોવાને કારણે મોટરકાર વાન, કન્ટેનર ટ્રેનો અને રેલ્સથી ભરેલા રેક્સને સીધા ખસેડવું શક્ય નહોતું. તેઓને ડિસ્પેચ યાર્ડથી રિસેપ્શન યાર્ડમાં લાવવા પડતા હતા જેમાં દોઢ કલાક થતો હતો અને તે પછી જ વિરમગામ તરફની મૂવમેન્ટ શક્ય બનતી હતી. જ્યારે શન્ટિંગ ચાલુ હતું ત્યારે અમદાવાદથી કોઈ ટ્રેનો યાર્ડમાં પ્રવેશ કરી શકતી ન હતી.
 
તેમના જણાવ્યા મુજબ ડિવિઝને ક્રોસઓવરને સરળ અને સુમેળ બનાવ્યું હતું અને ઓએચઇ ના લેઆઉટને બદલીને તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. મિકેનિકલ વિભાગ દ્વારા આ યાર્ડમાં દર મહિને 60 રેકનું પરીક્ષણ કરવામાં આવે છે. જેથી તેઓ સીધા પરીક્ષણ પછી ચલાવી શકાય. આ કામ 18 જાન્યુઆરી 2021 ના ​​રોજ શરૂ થયું હતું અને 25 માર્ચ 2021 ના ​​રોજ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયું હતું. શંટિંગબંધ થવાથી રેલ સલામતી વધશે અને મુખ્ય શક્તિનો યોગ્ય ઉપયોગ શક્ય બનશે.