બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (17:28 IST)

રાજકોટમાં મેઘરાજાનુ ડરામણુ સ્વરૂપ, બપોરે બે કલાકમાં બે ઈંચ, ગરનાળામા ફસાઈ સ્કુલ બસ

સતત વરસાદથી રાજકોટમાં ચારેબાજુ પાણીનુ સામ્રાજ્ય સર્જાયુ છે. ઉપરાઉપરી મજબૂત સિસ્ટમ બની રહી છે. જેની અસરથી સૌરાષ્ટ સહિત ગુજરાતભરમાં સતત વરસાદી માહોલ જોવા મળી  રહો છે.. રાજકોટ શહેરમાં ગઈકાલે રાતથી એકદમ ડરામણો વરસાદ વરસી રહ્યો છે.  ગાઈકાલે રાત્રે 4 ઈંચ વરસાદ ખાબકી ગયા પછી આજે બપોરે વધુ બે ઈંચ વરસાદ પડ્યો છે. 
 
એકઘરા વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા પણ ચાલુ થઈ ગયા હતા. મોડીરાત્રે મેઘરાજાએ પોતાનુ રૌદ્ર સ્વરૂપ બતાવ્યુ હતુ.  બપોરે ફરી રાજકોટમાં ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય  ગયા હતા. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે દર વખતની જેમ આજે પણ પોપટપરા નાળામાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં, જેમા એક સ્કુલબસ આજે ફસાય જતા સૌના દિલ તાળવે ચોંટી ગયા હતા. 
 
પોપટપરા ગરનાળું પાણી ભરાય જવાને કારણે બંધ થઇ ગયું હોવા છતાં સ્કૂલ-બસચાલકે બસને નાળામાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. જોકે એ બસ નાળાની એક તરફથી બીજી તરફ આવી શકે એમ ન હતી અને બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી, જેને લઇ સ્થાનિક યુવાનો દ્વારા ધક્કો લગાવી મહામુસીબતે પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ બસમાં બસચાલક સાથે એક મહિલા સહિત 3 લોકો સવાર હતાં, જેમને મહામુસીબતે બસ બહાર કાઢતાં કોઈ જાનહાનિ થઇ નથી.