ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (16:36 IST)

અમદાવાદ થી રાજસ્થાન તરફ જઇ રહેલી લક્ઝરી બસ માંથી મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ સાથે બેની ધરપકડ

પાલનપુર શહેરના એરોમા સર્કલ પાસેથી અમદાવાદથી રાજસ્થાન તરફ જઇ રહેલી લક્ઝરી બસ માંથી મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સ સાથે બે ઇસમોને પાલનપુર એસઓજી પોલીસે ઝડપી લીધા હતા અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
 
એસ.ઓ.જી.પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ઝાલા તેમજ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે પાલનપુર શહેરના એરોમા સર્કલ પાસે થી મેફેડ્રોન ( એમ.ડી ) 260 ગ્રામ કિ.રૂ .26,00,000 નો જથ્થો  ઝડપી લીધો હતો. 
 
દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ઝાલાને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે પાલનપુર એરોમા સર્કલ ખાતે અમદાવાદ થી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરતા આરોપી ગોરખારામ ખેંગારરામ ફુલારામ જાતે જાટ રહે.બાસડાઉ તા.ચૌહટન જી.બાડમેર અને જોગારામ ગુમનારામ વિરધારામ જાતે જાટ રહે. ઇસરોલ તા.ચૌહટન જી.બાડમેર રાજસ્થાન વાળા પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ( એમ.ડી ) 260 ગ્રામ કિ.રૂ .26,00,000 અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ .26,33,320 સાથે મળી આવેલ હોય તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.