શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (13:35 IST)

ભારે વરસાદના લીધે પાક બળી ગયો, 15 દિવસમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને

મોંઘવારીની માર હવે રસોડા સુધી પહોંચી ગઇ છે. ખાદ્ય તેલો અને ખાણી પીણીની વસ્તુઓમાં જોરદાર વધારાના લીધે લોકો પહેલાંથી જ પરેશાન છે, હવે શાકભાજીઓના ભાવ લોકોના બજેટને હલાવી દીધા છે. તો બીજી તરફ પેટ્રોલના ભાવમાં હાલ રાહત જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના સ્થિર છે. એવામાં લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાનો છે. જોકે ગત થોડા દિવસોથી થઇ રહેલા ભારે વરસાદના લીધે ખેતરોમાં તૈયાર શાકભાજી બરબાદ થઇ ગઇ છે. 
 
જેથી ગત 15 દિવસમાં શાકભાજીના ભાવ જે હતા, તેના કરતાં બમણાં થઇ ગયા છે. જોકે બટાકા-ડુંગળીના ભાવમાં વધુ વધારો જોવા મળ્યો નથી. પરંતુ લીલી શાકભાજી મોંઘી થઇ ગઇ છે. જે ટામેટા 15 દિવસ પહેલાં માર્કેટમાં 15-20 રૂપિયે કિલો વેચાતા હતા તે હવે 40-50 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) માંથી પ્રાપ્ત આંકડા અનુસાર 28 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી જે કિંમત પર શાકભાજી 20 કિલો સુધી વેચાઇ રહી હતી, તે હવે બમણાં કરતાં વધુ થઇ રહી છે. 
 
એપીએમસીએ જણાવ્યું હતું કે આ વખતે જુલાઇમાં પુરતો વરસાદ થયો નહી, 15 ઓગસ્ટ સુધી પણ સામાન્યથી ઓછો વરસાદ થયો. પરંતુ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અને સપ્ટેમ્બરમાં થઇ રહેલા વરસાદના લીધે ખેડૂતો માટે ઉભી કરી છે. જોકે ગત કેટલાક દિવસોથી થઇ રહેલા ભારે વરસાદના લીધે શાકભાજી ખરાબ થઇ ગઇ છે. સાથે જ ઘણા રાજ્યોમાં પુરથી પણ શાકભાજી નષ્ટ થઇ ગઇ છે. જેના લીધે શહેરમાં આવનાર સપ્લાય પર અસર પડી છે. જેના લીધે શાકભાજીના ભાવ બમણાંથી વધુ થઇ ગયા છે. જોકે ચોમાસાના અંત સુધીમાં ભાવમાં ઘટાડો થશે.