મુન્દ્રા ડ્રગ્સકાંડની ટીપ અમેરિકાની ખુફિયા એજન્સી CIAએ ભારતને આપી હતી? - drugs kand, drugs scandal, | Webdunia Gujarati
શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (11:30 IST)

મુન્દ્રા ડ્રગ્સકાંડની ટીપ અમેરિકાની ખુફિયા એજન્સી CIAએ ભારતને આપી હતી?

મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે ડીઆરઆઇએ પકડી પાડેલા અધધધ 21 હજાર કરોડના ડ્રગ્સમાં અનેક દાવાઓ થઈ રહ્યા છે. એક બાજુ રાહુલ ગાંધીએ આ મુદ્દે ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી, તો ભાજપના જ રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ રાજકારણી એવા સુબ્રહ્મણ્યમ સ્વામીએ તો ખૂબ જ ચોંકાવનારો દાવો કરતાં અનેક અટકળો શરૂ થઈ છે. તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે ભારતના એક મિત્ર દેશ દ્વારા આ ડ્રગ્સકાંડની ટીપ આપવામાં આવી હતી, જેના વડા તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. મુન્દ્રા ડ્રગ્સકાંડની ટીપ અમેરિકાની ખુફિયા એજન્સી CIAએ ભારતને આપી હતી?