ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 જુલાઈ 2021 (20:54 IST)

દિયર સાથે કઢંગી હાલતમાં પુત્ર જોઇ જતાં માતા બની હત્યારી, રચ્યું આવ્યું તરખટ

ક્રાઇમ થ્રિલર ફિલ્મની જેવી ઘટનાનો અઢી વર્ષ બાદ થયો પર્દાફાશ

અમદાવાદના વિરમગામમાં 2 વર્ષથી ગુમ એક બાળકની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ઘટનામાં સગી માતાએ પોતાના પ્રેમી દિયર સાથે મળી પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાના પ્રેમ સંબંધની જાણ પુત્રને થઈ જતા આ બનાવને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
 
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુમ બાળકોને શોધવાની ડ્રાઇવમાં અઢી વર્ષ જૂનો હત્યાનો બનાવ બહાર આ‌વ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરવા માં આવી છે. મહત્વનું છે કે હત્યા કરી બાળકના મૃતદેહને સ‌ળગાવી દેવામાં આવ્યો હતો.આરોપીઓમાં મરનાર ની સગી માતા અને કાકા હોવાનું સામે આવ્યું છે.
 
વિરમગામ તાલુકાના જાલમપુરા ગામમાં કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મની જેવી ઘટનાનો અઢી વર્ષ પછી પર્દાફાશ થયો છે. સપ્ટેમ્બર, 2018માં ગુમ થયેલા 6 વર્ષના માસૂમ બાળકની તેની જ માતાએ દિયર સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહ સગેવગે કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને દિયર-ભાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રમેશ અને જોશના બંને દિયર અને ભાભી છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો.આ વાત ની જાણ આરોપી મહિલા જોશનાના પુત્રને થઈ ગઈ હતી.  જેથી તે ઘરમાં અને સમાજમાં કહી દેશે તે બીકે બંને આરોપીઓ ભેગા મળીને હત્યાનો પ્લાન બનાવી દીધો હતો.
 
બાદમાં કાવતરા પ્રમાણે 28 સપ્ટેમ્બર, 2018એ બંને હાર્દિકને ખેતરમાં ઉઠાવી ગયાં અને કાકા રમેશે માસૂમ હાર્દિકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહીં બાજુના ખરાબાની બાવળવાળી જગ્યામાં હાર્દિકનો મૃતદેહ સળગાવી દીધો હતો. બાદમાં મૃતદેહના અવશેશોને માટી અને રાખ સાથે કોથળામાં ભરી રેતીના ઢગલામાં દાટી દીધા હતા. 
 
ત્યાર બાદ રમેશ વિરમગામ નોકરીએ જતો રહ્યો હતો. જ્યારે જોસના ઘરે જતી રહી હતી. બીજા દિવસે વહેલી સવારે રમેશે કોથળો કાઢીને બાજુમાં આવેલી ગટરમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો. આરોપીઓ હાલ પોલીસ રીમાન્ડ ઉપર છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. પરંતુ બાદમાં તપાસમાં સામે આવતા ગુનાહિત ષડ્યંત્ર અને પુરાવાનો નાશ કરવા અંગે પણ કલમ વધારો કરવા કાર્યવાહી કરવા કાર્યવાહી કરી છે.