ધોલેરામાં 3000 કરોડના ખર્ચે બનશે એરપોર્ટ, ગુગલ અધિકારીઓની મુલાકાત બાદ વિકાસ કાર્યને મળી ગતિ
ધોલેરામાં 3000 કરોડના ખર્ચે બનશે એરપોર્ટ , ગુજરાત સરકારે પાસ કર્યુ એરપોર્ટ માટેનું ટેન્ડર અમદાવાદ જિલ્લાના ધોલેરામાં ( DHORELA ) સુચિત ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈને , ગુજરાત સરકારે જરૂરી વિકાસના કાર્યો હાથ ધરાયા છે . ધોલેરામાં એરપોર્ટ ( airport ) બનાવવા માટે ટેન્ડર પાસ કરાયુ છે . તો તાજેતરમાં જ ગુગલના ( Google ) અધિકારીઓએ ધોલેરાની ( DHORELA ) લીધેલી મુલાકાત બાદ , સરકારે વિકાસના કાર્યોને વધુ ઝડપી બનાવવાનું નક્કી કર્યું છેધોલેરાની કનેક્ટિવીટી વધે તે હેતુથી એરપોર્ટ (airport) માટે 3000 કરોડનુ ટેન્ડર પાસ કરવામાં આવ્યુ છે.
ધોલેરાને હવાઈમાર્ગ બાદ, નજીકના ભવિષ્યમાં રેલ્વે માર્ગે પણ જોડી દેવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદથી ધોલેરા જતા માર્ગને ફોર લેન કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આવનારા દિવસોમાં વધુ કેટલાક મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીગ ( MOU ) કરવામાં આવશે.
એરપોર્ટમાં રન-વે ૩ હજાર મીટરનો હશે. આ ઉપરાંત વર્ષ 2029 સુધીમાં વર્ષે 1.10 કરોડથી 5.50 કરોડ મુસાફરોની ક્ષમતા માટે સક્ષમ હશે. ધોલેરા એરપોર્ટમાં એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ રીપેર એન્ડ ઓવરહોલની સુવિધા પણ રાખવાની વિચારણા છે.અમદાવાદથી ખૂબ જ નજીકના સમયમાં 6 નવી ફ્લાઇટ શરૃ કરવામાં આવશે. જે નવી ફ્લાઇટ શરૃ કરવામાં આવશે તેમાં અમદાવાદથી શ્રીનગર વાયા જમ્મુ અને શ્રીનગર-અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. અત્યારસુધી અમદાવાદથી શ્રીનગર કે જમ્મુ જવા માટે કોઇ ડાયરેક્ટ ફ્લાઇટ નહોતી.
અમદાવાદ-શ્રીનગરનું એરફેર રૂ. 4309થી શરૃ થશે. આ ઉપરાંત બિઝનેસ ટ્રાવેલર્સને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બરથી અમદાવાદ-ચેન્નાઇની વધુ એક ફ્લાઇટ પણ શરૃ કરવામાં આવશે. કોઇ બિઝનેસ ટ્રાવેલર સવારે ચેન્નાઇ જઇને સાંજે અમદાવાદ પરત આવવા માગતું હોય તેને આ ફ્લાઇટથી ફાયદો થશે. અમદાવાદ-ગુવાહાટી માટે પણ નવી ફ્લાઇટ શરૃ કરાશે. આ તમામ નવી 6 ફ્લાઇટ રવિવાર સિવાય દરરોજ ઓપરેટ કરશે.