અમરોલી કોસાડ આવાસમાં SMCએ એમ્બ્યુલન્સમાં જઈ દરોડો પાડયો : પાંચ જુગારી ઝડપાયા
અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલને વહીવટદાર તરીકે રાખતા તેની ભૂમિકા શંકાના ડાયરામાં હોવાની ચર્ચાઓ શરૂ થઈ, આ સંદર્ભે સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજીપી બ્રહ્મભટ્ટ દ્વારા બેદરકારી રાખનાર અને વારંવાર આ જગ્યા પર દરોડો પાડતા હોય છતાં પણ કાર્યવાહી નહિ કરનાર સુરતના અધિકારી પર પગલાં ભરવામાં આવશે?
શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલા અમરોલી કોસાડ આવાસ ખાતે જુગારની ક્લબ ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીને મળવા છતાં પણ કાર્યવાહી નહીં કરતા આખરે સ્ટેટ મોનિટરિંગ સેલ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં કોસાડ આવાસ દરોડો પાડીને પાંચ જુગારીને ઝડપી પાડ્યા હતા જ્યારે પાંચ જણને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા. પોલીસે જુગાર પર રોકડા ₹25,150 6 મોબાઈલ ફોન કુલ રૂપિયા 76,150 નું મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો આ સંદર્ભે અમરોલી પોલીસ સ્ટેશનના વહીવટદાર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતો હોવાના લઈને તેની ભૂમિકા શંકાના ડાયરામાં આવતો હોવાની જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ એચ થ્રી બિલ્ડીંગ નંબર 159 પાસે છેલ્લા ઘણા સમયથી આસિફ અને સોહિલ નામના દ્વારા હાર જીતનો જુગાર રમવામાં આવે છે આ બાબતે વારંવાર રજૂઆત સ્થાનિક રહીશો દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઈ બ્રહ્મભટ્ટને કરવામાં આવી હતી પરંતુ આ સ્થાનિક પોલીસ દ્વારા સંદર્ભે કોઈ કાર્યવાહી નહિ કરતા આ બાબતની માહિતી રાજ્યના ડીજીપી વિકાસ સહાયને કરવામાં આવી હતી અને તેમના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યંત ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ નો ઉપયોગ કર્યો હતો જેની અંદર દર્દી અને ડોક્ટરના સ્વાગ રચીને સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ સીએચ પનારાની ટીમે એમ્બ્યુલન્સ સાથે ઘસી ગયા હતા અને ઉપરોક્ત જગ્યા પર દરુડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા પાંચ જુગારી રંગે હાથે ઝડપી પાડ્યા હતા દાવ ઉપર મુકેલા 25150, તેમજ છ મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાં 5500 મળી કુલ્લે 76,150 નો મુદ્દા માલ કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવ સંદર્ભે અમરોલી પોલીસ મથકમાં જુગાર નો કેસ નોંધવામાં આવ્યો છે જેમાં આશિક પટેલ સોહિલ પટેલ અન્ય બે જણ મળીને કુલ્લે પાંચ જણને વોન્ટેડ બતાવ્યા છે આ સંદર્ભે સૂત્રો પાસે જાણકારી મળવા મુજબ અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા વહીવટદાર તરીકે મૂકવામાં આવેલા પોલીસ કર્મચારી ફરજ ક્રાઈમ બ્રાન્ચમાં ભજવી રહ્યા છે જેની ભૂમિકા હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શંકાના ડાયરામાં આવતી હોવાનું જણાવ્યું છે આ સંદર્ભે સ્ટ્રેટ મોનિટરિંગ સેલ દ્વારા વહીવટદાર પર વધુ કાર્યવાહી આગામી દિવસમાં હાથ ધરાઈ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ?