Vaccines.survey - ગુજરાતમાં ઘરે-ઘરે વેક્સીન આપવા માટે સર્વે શરૂ, કોઇએ સ્વાગત કર્યું તો કોઇએ કહ્યું વેક્સીન જરૂર નથી
ગુજરાતમાં કોરોના વેક્સીન માટે ગુરૂવારે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વે રવિવાર સુધી ચાલશે. આ સર્વેમાં પચાસ વધુ સાથે પચાસ કરતાં મોટી ઉંમરવાળા કોમોબિડ લોકોનો ડેટાબેસ તૈયાર કરવામાં આવશે.
સર્વે બાદ આગામી 14 થી 16 ડિસેમ્બર સુધી ડેટામાંથી પચાર વર્ષથી વધુ અને તેનાથી વધુ ઉમરના લોકોને કોમિબિડ લોકોની અલગ-અલગ યાદી તૈયાર કરવામાં આવશે. તેના માટે રાજ્ય સરકાર સ્વાસ્થ્ય વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.
કોર્પોરેશનના ડોર ટુ ડોર હેલ્થ સરવેનું કામ કરતી 823 ટીમોને પહેલા દિવસે ટીમોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ક્યાંક ટીમને પ્રેમથી આવકારવામાં આવી હતી. તો ક્યાંક લોકોએ દરવાજા બંધ કરી દીધા હતા. તો ઘણા લોકોએ અનેક પ્રશ્નોનો મારો પણ ચલાવ્યો હતો. ક્યાંથી આવો છો, રસી ક્યારે આવશે, રસીની આડઅસર થશે તો જેવા અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીર બિમારીઓ જેમકે કેન્સર, હદય રોગ, થેલેસીમિયા, સીકલસેલ એનેમિયા, એચઆઇવી, માનસિક રોગ અને અન્ય લાઇલાઝ બિમારીવાળા લોકોને ગંભીરતાથી લેવામાં આવશે. કોરોના 19 વેક્સીનની શોધ અંતિમ તબક્કામાં છે જે તાત્કાલીક વેક્સીન ઉપલબ્ધ થવાની સંભાવના છે. તેના માટે બે તબક્કામાં પ્રક્રિયા ચાલી રહી છે.