શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (20:59 IST)

અમદાવાદથી સમસ્તીપુર જંક્શન વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 18 અને 25 એપ્રિલ અને 02 મે 2021ના રોજ અમદાવાદથી સમસ્તીપુર જંકશન તથા 21 અને 28 એપ્રિલ અને 05 મે 2021 ના રોજ સમસ્તીપુર જંકશન થી અમદાવાદ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે અને વિશેષ ભાડા સાથે ચાલશે, જેની વિગતો નીચે મુજબ છે.
 
ટ્રેન નંબર 09453 અમદાવાદ - સમસ્તીપુર જંકશન સ્પેશિયલ 18 અને 25 એપ્રિલ અને 02 મે, 2021 થી દર રવિવારે 15:25 વાગ્યે અમદાવાદ થી ઉપડશે અને દર મંગળવારે સવારે 6:00 વાગ્યે સમસ્તીપુર જંકશન પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09454 સમસ્તીપુર જંકશન-અમદાવાદ સ્પેશિયલ સમસ્તીપુર જંકશનથી 21 અને 28 એપ્રિલ અને 05 મે 2021 થી દર બુધવારે સવારે 6:20 વાગ્યે ઉપડશે અને ગુરુવારે રાત્રે 22:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
 
આ ટ્રેનો માર્ગમાં બંને દિશામાં છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ભરતપુર, અચનેરા, મથુરા, હાથરસ સિટી, કાસગંજ, ફર્રુખાબાદ, કન્નૌજ, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બારાબંકી, ગોંડા, બસ્તી, ગોરખપુર, દેવરિયા સદર, સીવાન, છપરા, હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો પર રોકાશે.
 
આ સ્પેશિયલ ટ્રેન માં સેકન્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના આરક્ષિત કોચ રહેશે. આ ટ્રેન ખાસ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09453 નું આરક્ષણ તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર તારીખ 15 એપ્રિલ, 2021 થી શરૂ થશે.
 
મુસાફરો ટ્રેન ની સંરચના, આવર્તન, ઓપરેટિંગ દિવસો અને ટ્રેનોના સ્ટોપજ તથા ટ્રેનોના આગમન અને પ્રસ્થાનની વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફરમ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશીયલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.