રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (09:48 IST)

ધોરણ 10ના વિદ્યાર્થીઓને ઓરિજનલ માર્કશીટ જુલાઇના બીજા વીકમાં મળશે, હાલ આ રીતે ચલાવવું પડશે કામ

કોરોનાની વધતી જતી મહામારીને લીધે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ મંગળવારે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે પહોંચી ગયા હતા. 
 
આ માર્કશીટ માત્ર એડમીશન આપવા માટે જ આપવામાં આવશે. હાલ વિદ્યાર્થીઓને કામચલાઉ પર માર્કશિટ આપવામાં આવી રહી છે પરંતુ ઓરિજિનલ માર્કશિટ જુલાઈના બીજા વીકમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે રીઝલ્ટ ડાઉનલોડ કરવામાં  વિદ્યાર્થીઓને મુશ્કેલી અનુભવી રહ્યા છે. 
 
પરિણામ આપવા માટે વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં શાળામાં બોલાવવામાં આવશે. હાલમાં શાળા કક્ષાએ પરિણામની ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓરિજનલ માર્કશીટ જુલાઈના બીજા વીકમાં આપવામાં આવશે. પરિણામ પત્રકમાં વિવાદ બાદ "માસ પ્રમોશન" નો ઉલ્લેખ નહીં.માર્કશીટમાં "qualified for secondary school certificate" નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.