સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (08:33 IST)

હિટ એન્ડ રન કેસ: મજૂરોને કચડનાર પરિવાર થયો ગાયબ, ટ્રાફિક ઉલ્લંઘનના મળી ચૂક્યા છે 10 મેમો

અમદાવાદમાં શિવરંજની સર્કલ પાસે સોમવારે મોડી રાત્રે એક કારે ફૂટપાથ પર સૂતા મજૂર પરિવારને કચડી નાખ્યા હતા,  તેમાં પતિ-પત્ની અને તેમના ત્રણ બાળકો સામેલ છે. મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું  હતું, જ્યારે બાળકો અને તેના પિતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે. અકસ્માત સર્જેલી કાર શૈલેષ શાહ નામના વ્યક્તિના નામે રજિસ્ટર્ડ છે, જે પરિવાર સહિત રાતે જ ગાયબ થઇ ગયો હતો.  
 
શૈલેષ શાહ ટ્રાફિક ઉલ્લંઘનના 10થી વધુ મેમો આપવામાં આવ્યા છે. તેમાંથી 9 મેમો તો ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગવાના છે. તો બીજી તરફ બીઆરટીએસ રૂટ પર ડ્રાઇવિંગ કરવાનો છે. તપાસમાં ખબર પડી છે કે 10 મેમો તે ગત 10 મહિનામાં તેને 10 મહિનામાં જ મળી ચૂક્યા છે. ટ્રાફિલ રૂલ્સ તોડવાની અવેજમાં શૈલેષ પર 5,300 રૂપિયા બાકી છે. 
 
આ ડ્રાઇવિંગ તથા ટ્રાફિક નિયમોના પાલનને લઇને શૈલેષની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બે કારો વચ્ચે રેસ લગાવી હતી. આ દરમિયાન ઓવરટેક કરતી વખતે બીજી કાર ફૂટપાથ પર ચઢી ગઇ, જેની ચપેટમાં આ મજૂર પરિવાર આવી ગયો હતો. બેકાબૂ બનેલી કારમાં ચાર યુવકો હતા. સીસીટીવી ફૂટેજમાં ચારેય ભાગતાં જોવા મળી રહ્યા છે.