ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગર : , મંગળવાર, 29 જૂન 2021 (21:15 IST)

SSC Result - ગુજરાત બોર્ડે જાહેર કર્યુ ધોરણ 10નુ પરિણામ,માત્ર શાળાઓ જ જોઈ શકશે રિઝલ્ટ

SSC Result
ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નું પરિણામ આજે રાત્રે આઠ વાગ્યે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવ્યુ.  આ પરિણામ ફક્ત શાળાઓ જ જોઈ શકશે.  પરિણામ  GSEBની વેબસાઈટ પર જાહેર કરાયુ છે.  પરિણામ વિધાર્થીઓ શાળા પાસેથી મેળવી શકશે. જો કે વિધાર્થીઓ સીધું પરિણામ નહિ જોઈ શકે. શાળા ઇન્ડેક્સ નંબર પરથી વિદ્યાર્થીઓના પરિણામ  ડાઉનલોડ 
કરી શકે છે. સંસ્કૃત પ્રથમનું પરિણામ ૧ જુલાઈએ કરાશે જાહેર, 
 
રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.
 
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે એકેડમિક સત્ર 2020-21 ની દસમા ધોરણ બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દીધી હતી.  બોર્ડે વિદ્યાર્થીઓને વર્ષભરની પરીક્ષાઓમાં તેમના પ્રદર્શનના આધારે ગુણ(marks) આપવાનો નિર્ણય કર્યો. મૂલ્યાંકન નીતિ મુજબ શાળાઓ વિદ્યાર્થીઓને યુનિટ ટેસ્ટના આધારે વધુમાં વધુ 10 ગુણ, અર્ધવાર્ષિક પરીક્ષાના આધારે વધુમાં વધુ 30 ગુણ અને પ્રિબોર્ડ પરીક્ષાના આધારે વધુમાં વધુ 40 ગુણ આપી શકશે. બાકીના 20 ગુણ શાળાઓ દ્વારા કરવામાં આવેલા આંતરિક મૂલ્યાંકન (internal exam)  આધારિત થશે. 
 
ધોરણ 10માં કુલ 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમના પરિણામ આ મુજબ છે. 
 
A1 ગ્રેડ - 17186 વિદ્યાર્થીઓ 
A2 ગ્રેડ - 57362 વિદ્યાર્થીઓ 
B1 ગ્રેડ - 1,00,973 વિદ્યાર્થીઓ
B2 ગ્રેડ - 1,50,432 
C1 ગ્રેડ - 1,85,266 વિદ્યાર્થીઓ 
C2 ગ્રેડ - 1,72,253 વિદ્યાર્થીઓ 
D ગ્રેડ - 1,73,732 વિદ્યાર્થીઓ